

Add Blog Writers
Adding writers is a great way to bring more fresh and diverse content to your blog. Whether you’re running a small business or a large...


celebration
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ #Water #ScienceResearch


શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. - ઋગ્વેદ
આપણને જે કેળવણી કુદરત તરફથી મળે છે એનું જ નામ માનવીય શિક્ષણ. - વૈયાકરણી પાણિનિ
માનવાને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. - યાજ્ઞવલ્ક્ય
શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત માટેનો પ્રેમ. - કૌટિલ્ય
માનવની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. - વિવેકાનંદ
બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી
શિક્ષણ એટલે એ પરમ સત્ય શોધવામાં મનને મદદરૂપ થવું જે આપણને કાળના બંધનોમાંથી મુક્ત કરે દ્રવ્યનો નહીં પણ આંતરપ્રકાશનો, શક્તિનો નહીં પણ પ્રેમનો ખજાનો આપે અને એ સત્યને અસલ સ્વરૂપે છતું કરે. - ટાગોર
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર. - એરિસ્ટોટલ
માનવની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ. - પેસ્ટેલોઝી
અનુભવોને સતત અને ફરીફરીને ગૂંથતા જઈને જીવવાની એ પ્રક્રિયા છે. પોતાની બીજભૂત શક્યતાઓ પામવામાં અને વાતાવરણ પર કાબૂ મેળવવામાં મદદ કરે એવી વ્યક્તિની તમામ શક્તિઓનો વિકાસ. - જોન ડ્યુઈ
વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ કે જેથી માનવજીવનમાં એ પોતાનો યથાશક્તિ મૌલિક ફાળો આપી શકે. - સર પર્સી નન
પોતે જે માનતો હોય તે બીજી વ્યક્તિ પણ માનતી થાય એ હેતુથી પોતાની માન્યતા ઠસાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિની અસર એટલે શિક્ષણ. - રોસ
જાગરૂક અને પ્રયત્નપૂર્વકની પ્રક્રિયા જેમાં જ્ઞાનના વ્યવહાર દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર અસર કરે છે. - એડમ્સ
શિક્ષણ એટલે પારણાથી માંડીને મરણ સુધીની બધી વાતાવરણની અસરો, બધી કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિન્બો સરવાળો. - ટી. એવરાર્ડ
પોતે પ્રાપ્ત કરી હોય તે કશા કાંઈ નહિ તો જાળવી રાખવા અથવા જો શક્ય હોત તો સુધારણાની કક્ષા ઊંચી લાવવા માટે દરેક પેઢી હેતુપૂર્વક જે સંસ્કૃતિ પોતાનાં વારસદારોને આપે છે તેને શિક્ષણ કહેવાય. - જોન સ્ટુઅર્ટ મિલ


Recent Posts
ચિત્ર નીચે આપેલ લિંક પર ક્લિક કરો
Email:
Phone:
9429503435

આત્મીય શ્રી ,
શ્રી શારદે ,
અમારા વડીલ શિક્ષક , માર્ગદર્શક અને પ્રેરણાદાયી એવા
શ્રી લાધવા હરેશભાઇ સાહેબના વિદાય સમારંભ પ્રસંગમાં આપ સૌને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.
આપ સૌનો સાથ , સહકાર અને માર્ગદર્શન હંમેશા ની જેમ મળતા રહે છે તે આનંદદાયક છે.
ગુરુવંદના કાર્યક્રમ માં આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રસંગ
દીપાવજો.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વડીલો આપ સૌ કોઈનું માર્ગદર્શન
અમારા માટે ઈચ્છનીય છે.
click on text and reach on my blogger