top of page

 TAKSHSHILA

  • શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. - ઋગ્વેદ 

  • આપણને જે કેળવણી કુદરત તરફથી મળે છે એનું જ નામ માનવીય શિક્ષણ. - વૈયાકરણી પાણિનિ

  • માનવાને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. - યાજ્ઞવલ્ક્ય 

  • શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત માટેનો પ્રેમ. - કૌટિલ્ય 

  • માનવની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. - વિવેકાનંદ 

  • બાળક અને માણસના શરીર, મન તથા આત્મામાં શ્રેષ્ઠ જે કાંઈ  છે તે બધું બહાર આણવું એને હું શિક્ષણ ગણું છું. - ગાંધીજી 

  • શિક્ષણ એટલે એ પરમ સત્ય શોધવામાં મનને મદદરૂપ થવું જે આપણને કાળના બંધનોમાંથી મુક્ત કરે દ્રવ્યનો નહીં પણ આંતરપ્રકાશનો, શક્તિનો નહીં પણ પ્રેમનો ખજાનો આપે અને એ સત્યને અસલ સ્વરૂપે છતું કરે. - ટાગોર 

  • તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર. - એરિસ્ટોટલ

  • માનવની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ. - પેસ્ટેલોઝી 

  • અનુભવોને સતત અને ફરીફરીને ગૂંથતા જઈને જીવવાની એ પ્રક્રિયા છે. પોતાની બીજભૂત શક્યતાઓ પામવામાં અને વાતાવરણ પર કાબૂ મેળવવામાં મદદ કરે એવી વ્યક્તિની તમામ શક્તિઓનો વિકાસ. - જોન ડ્યુઈ 

  • વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ કે જેથી માનવજીવનમાં એ પોતાનો યથાશક્તિ મૌલિક ફાળો આપી શકે. - સર પર્સી નન  

  • પોતે જે માનતો હોય તે બીજી વ્યક્તિ પણ માનતી થાય એ હેતુથી પોતાની માન્યતા ઠસાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિની અસર એટલે શિક્ષણ. - રોસ 

  • જાગરૂક અને પ્રયત્નપૂર્વકની પ્રક્રિયા જેમાં જ્ઞાનના વ્યવહાર દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર અસર કરે છે. - એડમ્સ 

  • શિક્ષણ એટલે પારણાથી માંડીને મરણ સુધીની બધી વાતાવરણની અસરો, બધી કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિન્બો સરવાળો. - ટી. એવરાર્ડ

  • પોતે પ્રાપ્ત કરી હોય તે કશા કાંઈ નહિ તો જાળવી રાખવા અથવા જો શક્ય હોત તો સુધારણાની કક્ષા ઊંચી લાવવા માટે દરેક પેઢી હેતુપૂર્વક જે સંસ્કૃતિ પોતાનાં વારસદારોને આપે છે તેને શિક્ષણ કહેવાય. - જોન સ્ટુઅર્ટ મિલ 

Home: Welcome
Home: Contact
ફોટો ગેલેરી
1
2

Recent Posts

ચિત્ર નીચે આપેલ લિંક પર ​ક્લિક કરો

​શ્રી માખણિયા સ્માર્ટ શાળાના સોશિયલ મિડીયા અને બ્લોગ સાથે જોડાઓ​

Email:

Phone:

9429503435

  • generic-social-link
  • blogger
  • facebook

આત્મીય શ્રી ,

શ્રી શારદે ,

અમારા વડીલ શિક્ષક , માર્ગદર્શક અને પ્રેરણાદાયી એવા

શ્રી લાધવા હરેશભાઇ સાહેબના વિદાય સમારંભ પ્રસંગમાં આપ સૌને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.

આપ સૌનો સાથ , સહકાર અને માર્ગદર્શન હંમેશા ની જેમ મળતા રહે છે તે આનંદદાયક છે.

ગુરુવંદના કાર્યક્રમ માં આપ સૌ ઉપસ્થિત રહી આ પ્રસંગ

દીપાવજો.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વડીલો આપ સૌ કોઈનું માર્ગદર્શન

અમારા માટે ઈચ્છનીય છે.


શ્રી 
    માખણીયા
              પ્રાથમિક
                      શાળા
 તા. તળાજા ,    જી . ભાવનગર .



નમસ્તે ,
જય હિન્દ.
વન્દે માતરમ .
શ્રી શારદાય નમઃ
અમારા શાળા પરિવાર ના JSK.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 આપ ને જણાવતા અતિ આનંદ થાય છે કે આપણી ,
શ્રી માખણીયા પ્રાથમિક શાળા  હવે     " સ્માર્ટ સ્કૂલ " બની છે
🌸શ્રી
     🌸માખણીયા
          🌸સ્માર્ટ
              🌸પ્રાથમિક
                  🌸શાળા

              
   🌺🌺 " જ્ઞાનકુંજ "🌺🌺

શ્રીમાન ,
આજ રોજ તારીખ ૫ , સપ્ટેમ્બર ૨૦૧૭  ના રોજ આપણી સ્કૂલ માં  ગુજરાત સરકાર ના અનુદાન થી "જ્ઞાનકુંજ " પ્રોજેક્ટ નો શાળાર્પણ , છાત્રાર્પણ , શિક્ષકાર્પણ અને જાણીતો લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો.

"એક કદમ આગે " તથા "સબસે આગે" નું સૂત્ર ટેકનોસેવી અને ઉત્સાહી દરેક શિક્ષકો જાળવી રહયા છે. તાલુકા ની માત્ર ૮ સ્કૂલ ની પસંદગીમાં માખણીયા શાળા ને લાભ મળ્યો છે તે નોંધનીય છે.


👉અત્યારે આપણે જ્યારે સ્કૂલની વાત કરીએ છીએ એટલે આપમેળે મગજમાં ટીચર, ડસ્ટર, બ્લેકબોર્ડ, ચોક, ટેક્સબુક, એક્ઝામ, સર્ટિફિકેટ – આ બધું ફીટ થઈ જાય છે. પરંતુ ચેન્જ ઇઝ  નેચરલ.
👉આદિમાનવ પથ્થર થી નાળિયેર તોડી ને ખાતો થયો ત્યારથી ટેકનોલોજી નો વિકાસ અટક્યો નથી. અટકવાનોય નથી.એવું સામ પિત્રોડા એ મહુવા ના અસ્મિતાપર્વ માં કહેલું .એ સત્ય "આજે" સત્ય લાગે છે.

👉ત્રીસ વરસ પહેલાં કોઈ કહેલું કે ફોન વડે કાગળ નું લખાણ બીજે મોકલાશે ત્યારે સ્વપ્ન લાગતું પણ એ આજે ફેક્સ ના સ્વરૂપે સત્ય જ છે ને.
👉હજી મન ન વિચારો થી જ  કાર્ય કરશે તેવા સાધનો આવશે અને એ માટે ઇંગ્લેન્ડ ની એન્જીયનરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મહેનત કરી રહ્યા છે ને થોડી સફળતા પણ મળી છે .
👉તો આવા સમયે  માખણીયા પ્રાથમિક શાળા માં ટેકનોલોજી ના અપનાવીએ તો એ ભૂલ ગણાશે અને  વિધાર્થીઓ ને અન્યાય કર્યો ગણાશે.
વિકાસ પામવા માટે શિક્ષણ નું પ્રમાણ વઘે, શિક્ષણ ની ગુણવતા સુધરે તેની આવશ્યકતા સહુકોઇ સ્વીકારે છે. પ્રત્યેક ભારત વાસી પ્રત્યેક મા-બાપ આજે શિક્ષણમાં  ટેકનોલોજી ના મહત્વ ને આજે સ્વીકાર કરે છે.

આજના શિક્ષક દિને ,

The mediocre teacher tells. The good teacher explains. The superior teacher demonstrates. The great teacher inspires.


🌸અમેરિકા ની એક શાળા માં લખાયેલ સુવિચાર

શિક્ષણ એ મારી તક છે.
ભણવું એ મારી જવાબદારી છે.
સિધ્ધિ એ મારું ઇનામ છે.

જે ઇંગ્લીશ માં હતો કે ,
Learning is my Opportunity.
Studying is my Responsibility.
Achievement is my Reward.


🌸મહાન ફિલોસોફર એરિસ્ટોટલ કહી ગયા છે કે ,
Those who educate children well are more to be honored than parents, for these only gave life, those the art of living well."
                

🌸નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.


👉થોડી સાદી ભાષા માં કહું તો
વ્હાઇટ બોર્ડમાં  ચોકની જગ્યાએ ડિજિટલ પેન આવી છે.
👉તેનું બધા વિષયનું મૂલ્યાંકન
સહિતનું સોફ્ટવેર હોય છે.
👉 ડીઝીટલ  પેન દ્વારા ટચસ્ક્રીનથી ભણાવવાનું ચાલુ થઈ ચૂક્યું છે.

👉અહીં રૂમ માં  જે ભણાવ્યું હશે તે રેકોર્ડ કરી ને બીજીવાર બાળકોને બતાવી શકાશે.

👉શૈક્ષણિક વિડીયોઝ જોઈ શકાશે, યુટ્યુબ લાઈવ શૈક્ષણિક વિડિયોઝ
પ્રોજેક્ટરથી બતાવી શકાશે.

👉પ્રોજેક્ટરને DVD, LiveTv, Laptop, PCથી કનેક્ટ કરી શકાશે. Full HD
રિઝલ્ટ આવશે.

👉ઇન્ફ્રારેડ કેમેરા ટચસ્ક્રીનનું કામ કરશે. સ્ક્રીનની સાઈઝ નાની-મોટી કરી શકાશે.

👉ધોરણ 8 ના અષ્ટકોણ માં બેસાડેલા વર્ગખંડને અમે પ્રથમ રૂમ માં બેસાડેલા ધોરણ ૭ ના આશરે ૧૫૦ ફૂટ દૂર રહેલા વર્ગખંડ સાથે તો ખરા જ પણ આપણી માખણીયા સ્માર્ટ  સ્કૂલ ને બીજી સ્માર્ટ સ્કૂલ  સાથે કનેક્ટ
કરી લાઈવ ભણાવી શકાશે.

👉ગણિત-વિજ્ઞાનનાં પ્રોગ્રામોમાં ગાણિતિક બાબતો ખુબ સરળતાથી પ્રોગ્રામ
દ્વારા ભણાવી શકાશે. સ્કેલનું માપ, આલેખ વગેરે ખુબ જ સચોટતાથી ભણાવી
શકાશે.

👉ટૂંક માં અહીં શિક્ષણની ગુણવત્તા સુધરે અને માખણીયા ના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે  ‘જ્ઞાનકુંજ’ નામના પ્રોજેક્ટ વડે અદ્યતન ટેકનોલોજી દ્વારા ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ શિક્ષણ અપાશે.

જો ટેકનિકલી જોઈએ તો .....

👉ટેકનોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેકટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટબોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિજિટલાઇઝેશન કાર્યક્રમ છે.
👉જે અંતર્ગત બોર્ડને ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડમાં રૂપાંતરિત કરી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને મૂલ્યાંકનને સુદ્રઢ બનાવવામાં આવે છે.
👉જે અંતર્ગત આપણી શ્રી માખણીયા સ્માર્ટ પ્રાથમિક શાળા ને  ટેકનોલોજી ના વરદાન રૂપ  સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ-કલાસ, વર્ગખંડ માં  પ્રોજેકટર, ઇન્ફ્રારેડ કેમરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની સુવિધા મળી છે.
👉ભાર વિનાના ભણતર માટે માખણીયા શાળા  ના ધોરણ ૫ ,૬ , ૭ અને ૮ના વિદ્યાર્થીઓને તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ આપવાના ધ્યેય સાથે દુનિયા સે એક કદમ આગે અને સબ સે અલગ , જરા હટકે વિચારી ને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવાની નેમ છે. 
👉 ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી પુરી પાડવામાં આવશે.
👉 આ બધી મહેનત કરવાનો અમારો  મૂળ હેતુ શિક્ષક-વિદ્યાર્થીઓને શીખવા શીખવવાની પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવીટિનો વધારો કરવો, ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવી એવો રહ્યો છે.
👉અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવી.અને જરૂર મુજબ અમે આધુનિકતા સાથે અર્વાચીન શિક્ષણ પદ્ધતિ અને સંસ્કાર ના સમન્વય થી પણ વિદ્યાર્થીઓના જીવન ઘડતર નો અભિગમ છે.
👉 આ મોડલના વર્ગખંડમાં પ્રોજેકટર, આઇઆર કેમેરા, લેપટોપ, સ્પીકર, વ્હાઇટ બોર્ડ જેવા આનુષાંગિક સાધનો ઉપલબ્ધ બનાવાયા છે, જેના દ્વારા શિક્ષણ અપાશે.

👉ધો.પ થી ૮ ના તમામ વિષયોના તમામ એકમોનું ઇ-કન્ટેન્ટ ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
👉 જેમાં ઇમેજ, વિડીયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મૂલ્યાંકન અને સંદર્ભ સાહિત્યનો સમાવેશ થાય છે.
👉આ ઇ-કન્ટેન્ટમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિ મુજબ વાંચન, લેખન અને સમજણયુક્ત જ્ઞાન પર પુરતો ભાર મુકવામાં આવશે .
👉 જ્ઞાનકુંજ અંતર્ગત વર્ગખંડમાં ઉપલબ્ધ ઇન્ટરેક્ટિવ વ્યવસ્થામાં આ ઇ-કન્ટેન્ટથી વધુ અસરકારક પરિણામો પ્રાપ્ત કરવાનો હેતુ છે.


🙏🙏🙏🙏ટેકનોલોજી ની મર્યાદા હોય ત્યાં પણ શિક્ષકો સજ્જ છે કે , પોતાના "જ્ઞાનપુંજ" નો ઉપયોગ કરી ,શિક્ષણ ની ડિફિકલ્ટી દૂર કરી ,સર્વાંગી શિક્ષણ આપી જવાબદારી નું વહન કરીશું એવી ભાવના પણ અંતરનીહિત છે.

🙏🦋જે વાંચતો નથી અને વાંચી શકતો નથી તેઓ સરખા છે.

પુસ્તકમાં જ્ઞાન છે, પણ ધ્યાન રહે પુસ્તક એ જ્ઞાન નથી. 🦋🙏

મતલબ કે માત્ર પુસ્તક થી નહીં પણ વિજ્ઞાન નો વ્યવહાર માં ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે .જે આજે અહીં આપણી શાળા માં સાકાર થાય છે.



🌸શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.

🌸શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
🌸બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.

તો સૌ મિત્રોને  જય શ્રી કૃષ્ણ 

Home: Inner_about
IMG-20170906-WA0048.jpg

click on text and reach on my blogger

Home: GetSubscribers_Widget
bottom of page